સી. આઇ. ડી ક્રાઇમ અને રેલ્વેઝ
http://www.cidcrime.gujarat.gov.in

વિભાગની કામગીરી

6/15/2025 6:05:54 AM

વિભાગનાં કાર્યો -

  • નામદાર ગુજરાત હાઈકોર્ટ, તકેદારી આયોગ, રાજ્ય સરકાર, પોલીસ મહાનિદેશક (ડી.જી.પી.), તરફથી સોંપવામાં આવતી ગુનાઓ અને અરજીઓની તપાસ.

  • આર્થિક ગુનાઓની તપાસ.

  • કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર  અને ડી.જી.પી.શ્રીને ક્રાઇમને લગતી આંકડાકીય માહિતી પૂરી પાડવાની કામગીરી,

  • રાજ્યનું સંકલિત માસિક ક્રાઇમ રિવ્‍યૂ તૈયાર કરવાની કામગીરી.

  • તમામ પ્રકારના એલએક્યુ/આરએસક્યુ/એલએસક્યુના જવાબો કરવાની કામગીરી.

  • મહિલાઓને લગતા ગુનાઓની માહિતીનું એકત્રીકરણ અને નિયંત્રણની કામગીરી.

  • નાર્કોટિક્સને લગતા કેસો કરી ગુનાઓ શોધી કાઢવાનું તથા રાજ્યમાં આવા ગુનાઓની માહિતીનું એકત્રીકરણ અને નિયંત્રણ કરવાની કામગીરી.

  • આંકડાકીય માહિતીમાં, ગુનાઓ (તમામ હેડ), ગેરકાયદેસર હથિયારો દારૂગોળાને લગતી, બનાવટી ચલણી નોટો, ટાડા કેસો, નાસતા ફરતા તહોમતદારો, જુગારધારાના કેસોની આંકડાકીય માહિતી.

  • પ્રોહિબિશનના કેસો, અટકાયતી પગલાં (પાસા-તડીપાર સહિત), સ્ત્રીઓ વિરુદ્ધના ગુનાઓની આંકડાકીય માહિતી તૈયાર કરવાની કામગીરી.

  • વાર્ષિક વહીવટી અહેવાલ પ્રસિદ્ધ કરવાની કામગીરી.

  • એન.સી.બી., સી.બી.આઇ., આર.બી.આઇ. વગેરે સાથે સંકલન.

  • બનાવટી ચલણી નોટો, કોપીરાઇટને લગતા કેસો વગેરેની કામગીરી.

  • તમામ પ્રકારના કોફેપોસાના વોરન્ટની બજવણી.

  • પી.આર.સી સેલમાં પોલીસને લગતા વિષયો ઉપર સંશોધનની કામગીરી.

  • મિસિંગ સેલ દ્વારા ગુમ થયેલી વ્યક્તિઓની માહિતીના સંકલનની કામગીરી.

  • રાજ્યમાં બનતા ગંભીર ગુનાઓ વખતે લોકલ પોલીસને મદદ કરવાની કામગીરી.

  • ગંભીર ગુનેગારોને લગતી માહિતી એકત્ર કરવાની તથા ગંભીર ગુનાઓમાં સજેશનો આપવાની કામગીરી.

  • ઓઇલ ચોરીને લગતા કેસો ઉપર મોનિટરિંગ અને માહિતી તૈયાર કરવાની તથા ઓએનજીસી અને અન્ય તેલ ઉત્પાદક સંસ્થાઓ સાથે ઓઇલ ચોરીના બનાવો અંગે સંકલનની કામગીરી

  • વિવિધ વિષયો ઉપર વર્કશોપ/સેમિનારનું આયોજન.

  • સાયબર ક્રાઇમને લગતી કામગીરી.

  • વાયદા બજારના (ખાસ કરીને એંરંડા) સોદાઓ ઉપર નિયંત્રણની કામગીરી.

  • રાજ્ય મહિલા સુરક્ષા સમિતિ સાથે સંકલન કરી સ્ત્રીઓને લગતા પ્રશ્નોના નિકાલની કામગીરી.

  • એસ.પી.રેલવેની કામગીરી ઉપર નિયંત્રણ અને દેખરેખ.