તેના ભાગ તરીકે રચાયેલી બોર્ડ, પરિષદ, સમિતિઓ અને અન્ય સંસ્થાઓનું પત્રક
સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ હસ્તકના બોર્ડ, પરિષદો, સમિતિઓ અને અન્ય મંડળો અંગેની વિગતો
માન્યતા પ્રાપ્ત સંસ્થાનું નામ અને સરનામું-- ઉપાધ્યક્ષશ્રી રાજય મહિલા સુરક્ષા સમિતિ બી બ્લોક, બીજે માળ, બહુમાળી મકાન, લાલ દરવાજા, અમદાવાદ
માન્યતા પ્રાપ્ત સંસ્થાનો પ્રકારઃ સમિતિ
માન્યતા પ્રાપ્ત સંસ્થાનો ટુંકો પરિચય - સંસ્થાના વર્ષ, ઉદ્દેશ, મુખ્ય પ્રવૃત્તિઓઃ
સ્થાપનાઃ- સરકારશ્રીના ગૃહ વિભાગનાં તા. ૬/૩/૯૧ ના ઠરાવ ક્રમાંકઃ પરચ/૨૯૯૦/ ૧૮૬૪/ન ના આધારે થયેલ બંધારણ અન્વયે ગૃહ વિભાગના તા. ૭/૩/૯૧ ના ઠરાવ ક્રમાંક -પરચ/૨૯૯૦/ ૧૮૬૪/ન થી ઉપાધ્યક્ષશ્રીની નિમણૂંક કરી સમિતિની રચના સ્થાપના કરવામાં આવેલ છે.
ઉદ્દેશ -- રાજય મહિલા સુરક્ષા સમિતિનો ઉદ્દેશ સ્ત્રીઓ ઉપર થતાં અત્યાચારો અટકાવવાની કામગીરી અને બહેનોમાં જાગૃતિ લાવવા અંગે મહિલા જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરી બહેનોમાં જાગૃતિ લાવવાનો ઉદ્દેશ છે. અને તે મુજબ સ્ત્રી ઉપર થતાં અત્યાચાર અંગેની અરજી મળતાં તેના નિકાલની કામગીરી બંન્ને પક્ષકારોને બોલવી, સાંભળી નિવેદન લઇ સમજુતીથી નિકાલ લાવવામાં આવે છે.
પ્રવૃત્તિઓઃ- સામાજીક સંસ્થાઓના સહયોગથી મહિલા જાગૃતિ કાર્યક્રમો જેવા કે સંમેલનો, શિબિરો, શેરી નાટકો, જયુડો કરાટે વર્ગો વિગેરે કાર્યક્રમોનું આયોજન કરી બહેનોમાં જાગૃતિ લાવવા અંગેની કામગીરી કરવામાં આવે છે.
માન્યતા પ્રાપ્ત સંસ્થાની ભૂમિકાઃ સલાહકારઃ સંચાલકઃકાર્યકારીઃ અન્યઃ-
કાર્યકારી -- સરકારશ્રીના ગૃહ વિભાગના વખતો વખતના થતાં હુકમ અન્વયે સરકારશ્રી તરફથી બિનસરકારી કાર્યકારી સભ્ય તરીકે ઉપાધ્યક્ષશ્રીની નિમણૂંક કરવામાં આવે છે.
માળખું અને સભ્યનું બંધારણઃ- સરકારશ્રીના ગૃહ વિભાગના તા. ૬/૩/૯૧ ના ઠરાવ ક્રમાંકઃપરચ/૨૯૯૦/ ૧૮૬૪/ન નીચે મુજબ સભ્યનું બંધારણ કરવામાં આવેલ છે.
-
માનનીય મુખ્યમંત્રીશ્રી અધ્યક્ષ
-
રાજય મંત્રી મંડળના મહિલા સભ્યો સભ્ય
-
રાજયમાંથી ચૂટાયેલ મહિલા સંસદ સભ્યો સભ્ય
-
ત્રણ/ચાર મહિલા ધારાસભ્ય/સરકાર નકકી કરે તે પ્રમાણે સભ્ય
-
અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ સભ્ય
-
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી સભ્ય
-
૩૦ બિન સરકારી સભ્ય/ મહિલા કાર્યકરો સભ્ય
-
હોદ્દાની રૂએ નિમાયેલ સભ્યો સભ્ય
-
વિશેષ મુખ્ય પોલીસ અધિકારીશ્રી, સી.આઇ.ડી.,
-
ગુન્હા અને રેલ્વેઝ સભ્ય સચિવ
-
કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ અમદાવાદ અધિક સભ્ય સચિવ
બંધારણમાં સુધારો કરી ગૃહ વિભાગના તા. ૩૦/૮/૯૧ ના ક્રમાંકઃપરચ/ ૨૯૯૦/ ૧૮૬૪/ન થી કરવામાં આવેલ છે.
સંસ્થાના વડા -- સંસ્થાના વડા તરીકે ઉપાધ્યક્ષની જગ્યા મંજુર થયેલ છે.
મુખ્ય કચેરી અને તેની શાખાઓનાં સરનામાઃ- મુખ્ય કચેરીઃ- ઉપાધ્યક્ષશ્રી, રાજય મહિલા સુરક્ષા સમિતિ, બી બ્લોક, બીજે માળ, બહુમાળી મકાન, લાલ દરવાજા, અમદાવાદ-૩૮૦૦૦૧
શાખાઓના -- આ બાબતે શાખાઓની અલગ કચેરીઓ નથી પરંતુ જીલ્લા કક્ષાઓએ સરનામા ગૃહ વિભાગ ધ્વારા જીલ્લાની સમિતિના સભ્યોની નિમણૂંક સરકારશ્રીના ગૃહ વિભાગ ધ્વારા કરવામાં આવે છે.
બેઠકોની સંખ્યા -- સને ૧૯૯૧ થી ૨૦૦૨ સુધીમાં છ બેઠકો થયેલ છે.
શું જનતા બેઠકોમાં ભાગ લઇ શકે છે?.-- જનતા બેઠકમાં ભાગ લઇ શકે નહીં પરંતુ જીલ્લા કક્ષાના નિમાયેલ બિન સરકારી સભ્યોને બેઠકમાં બોલાવવામાં આવે છે.
શું બેઠકોની કાર્યનોંધ તૈયાર કરવામાં આવે છે. -- હા
રાજય કક્ષાની બેઠકની નોંધ ગૃહ વિભાગ ધ્વારા કરવામાં આવે છે. અને જીલ્લા કક્ષાની બેઠકની નોંધ જીલ્લા કક્ષાએ કરવામાં આવે છે.
બેઠકોની કાર્યનોંધ જતાને ઉપલબ્ધ છે.? જો તેમ હોય તો મેળવવા માટેની પધ્ધતિની માહિતી આપોઃ-
બેઠકોની કાર્યનોંધ જનતાને માંગણી કર્યેથી, નિયમોનુસાર યોગ્ય નિર્ણય લઇ આપી શકાય.
|