|
તા.૨૩-૬-૨૦૦૬ નારોજથી સદર સેલ ચાલુ કરવામાં આવેલ છે. હાલમાં આ સેલ માં એક ડીટેકટીવ પોલીસ ઇન્સ્પેકટર તથા એક પોસઇ દરજજાના અધિકારીઓ ફરજ બજાવે છે.
સાયબર ક્રાઇમ સેલ ની કામગીરી
(૧) વેબસાઇટ હેકીંગ / ડેટા થેફટ / ડોમોઇન થેફટ વિગેરે પ્રકારના સાયબર ક્રાઇમના ગુનાઓ ઉકેલવામાં મદદ/માર્ગદર્શન આ૫વુ.
(૨) ઇ-મેઇલ મોકલનારને ટ્રેસ કરવાની કામગીરીમાં મદદ/માર્ગદર્શન આ૫વુ.
(૩) પાસવર્ડ હેકીંગ/ક્રેકીંગ ને લગતી તપાસોમાં મદદ/માર્ગદર્શન આ૫વુ.
(૪) કોટંમાં પોલીસ ધ્વારા રજુ કરવામાં આવતાં ઇલેકટ્રોનીક સાધનોના દસ્તાવેજો વધુ ચોકસાઇ પૂર્વક રજુ કરવા.
(૫) સાયબર ક્રાઇમના ગુના બનેલ સ્થળ ઉપ્ારથી મુદામાલ કબજે કરતી વખતે ધ્યાને રાખવી પડતી જરુરી ચોકસાઇ અંગે સ્થાનિક પોલીસને મદદ/માર્ગદર્શન આ૫વુ.
હાલમાં આ સેલ નાયબ પોલીસ મહાનિરીક્ષક (ક્રાઇમ-૪) શ્રી ના સીધા દેખ-રેખ હેઠળ કાર્યરત છે.
|
|