હું શોધું છું

હોમ  |

સંદેશ
Rating :  Star Star Star Star Star   

સંદેશ   : -  અ.પો.મહા.શ્રી ( સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્‍વેઝ )

રાજ્ય સ્તરનું કાર્યક્ષેત્ર ધરાવતી રાજ્ય પોલીસ તંત્રની વિવિધ વડી કચેરીઓ પૈકી સીઆઇડી ક્રાઇમ અને રેલ્‍વેઝ એક ખૂબ જ અગત્યની અને મહત્વની કચેરી છે. આ કચેરી તેની કામગીરી પરત્વેની વિશ્વસનીયતાને કારણે પોલીસ તંત્રમાં આગવું અને વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

ગુના અન્વેષણ વિભાગમાં, અગત્યના ગુનાઓ અને અરજીઓની તપાસ કરવામાં આવે છે તે ઉપરાંત આર્થિક ગુનાઓની તપાસની કામગીરી તથા ગુનાઓને લગતી આંકડાકીય માહિતી પૂરી પાડવાની કામગીરી કરવામાં આવે છે. વિભાગ હસ્તક  આર્થીક ગુન્‍હા નિવારણ શાખા , નારકોટીકસ સેલ, સી.એફ.સી સેલ , મહીલા સેલ ,  ગુના વિશ્લેષણ એકમ (ટેબલ-૧) , ઇન્વેસ્ટીગેશન શાખા ( ટેબલ-ર એ ,બી અને સી.) , ઇન્કવાયરી  (પ્રાથમિક તપાસ)  શાખા ટેબલ-૩ એ, બી અને સી  , ફરાર અન્વેષણ એકમ (ટેબલ-૪) , ગુના સર્વેક્ષણ શાખા ( સી.આઇ.સેલ) , પોલીસ સંશોધન કેન્દ્ર (પી.આર.સી.) , મીસીંગ સેલ , સાયબર ક્રાઇમ સેલ , ફ્રોડ સેલ , વાઇલ્‍ડ લાઇફ સેલ કાર્યરત છે.

આ ઉપરાંત રાજય રેલ્‍વે પોલીસ પણ આ વિભાગની દેખરેખ હેઠળ કાર્યરત છે. જે રાજય ભરમાં  રેલ્‍વેમાં બનતા આઇ.પી.સી. તેમજ અન્‍ય ગંભીર ગુન્‍હાઓ અટકાવવા અને અન્‍વેષણનુ કાર્ય કરે છે અને તે દવારા રેલ્‍વેમાં મુસાફરી કરતા મુસાફરોની સલામતી જાળવવા અવિરતપણે કાર્યશીલ છે.

પ્રર્વતમાન સમયમાં આર્થિક ગુનાઓનુ વધેલુ પ્રમાણ અને તેનો વ્યાપ જોતાં, પ્રજાએ ટૂંકા સમયમાં નાણાંનું અપ્રમાણસર વળતર આપવાની લોભામણી લાલચ / જાહેરાત આપનાર લેભાગુઓથી ચેતવાની જરૂર છે. આવી કોઈ પણ છેતરપીડી કરતી ગેંગ/ વ્‍યકિતઓ બાબતે માહિતી મળે તો તાત્કાલિક અત્રેની કચેરીનો સંપર્ક કરીને માહિતી પૂરી પાડવા વિનંતી છે. તેવી જ રીતે ગુનેગારોની માહિતી તથા કેફી દ્રવ્યો બાબતેની માહિતી મળે તો તાત્કાલિક અત્રેની કચેરીને માહિતી / બાતમી આપવા વિનંતી છે. બાતમી/માહિતી આપનારનું નામ/ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેમજ ખાસ કિસ્‍સાઓમાં પ્રોત્‍સાહિત કરવામાં આવશે. આ બાબતોમાં પ્રજાનો સહકાર મળે તેવી અપેક્ષા છે.

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી

કઈ રીતે સંપર્ક સાધશો?

મોટા જથ્થાના કેસોની માહીતી

કચેરીના વડાઓ અને કાર્યકાળ

આપના સવાલોના જવાબ

સંબંધિત લિંક્સ

 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 
       ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ 
Last updated on 15-04-2011