|
વિભાગનાં કાર્યો -
-
નામદાર ગુજરાત
હાઈકોર્ટ, તકેદારી આયોગ,
રાજ્ય સરકાર, પોલીસ મહાનિદેશક (ડી.જી.પી.), તરફથી સોંપવામાં આવતી ગુનાઓ અને અરજીઓની તપાસ.
-
આર્થિક ગુનાઓની તપાસ.
-
કેન્દ્ર સરકાર,
રાજ્ય સરકાર અને ડી.જી.પી.શ્રીને ક્રાઇમને લગતી આંકડાકીય માહિતી પૂરી પાડવાની કામગીરી,
-
રાજ્યનું સંકલિત માસિક ક્રાઇમ
રિવ્યૂ તૈયાર કરવાની કામગીરી.
-
તમામ પ્રકારના એલએક્યુ/આરએસક્યુ/એલએસક્યુના જવાબો કરવાની કામગીરી.
-
મહિલાઓને લગતા ગુનાઓની માહિતીનું એકત્રીકરણ અને નિયંત્રણની કામગીરી.
-
નાર્કોટિક્સને લગતા કેસો કરી ગુનાઓ શોધી કાઢવાનું તથા
રાજ્યમાં આવા ગુનાઓની માહિતીનું એકત્રીકરણ અને નિયંત્રણ કરવાની કામગીરી.
-
આંકડાકીય માહિતીમાં, ગુનાઓ (તમામ હેડ), ગેરકાયદેસર હથિયારો દારૂગોળાને લગતી, બનાવટી ચલણી નોટો, ટાડા કેસો, નાસતા ફરતા તહોમતદારો, જુગારધારાના કેસોની આંકડાકીય માહિતી.
-
પ્રોહિબિશનના કેસો, અટકાયતી પગલાં (પાસા-તડીપાર સહિત), સ્ત્રીઓ
વિરુદ્ધના ગુનાઓની આંકડાકીય માહિતી તૈયાર કરવાની કામગીરી.
-
વાર્ષિક વહીવટી અહેવાલ પ્રસિદ્ધ કરવાની કામગીરી.
-
એન.સી.બી., સી.બી.આઇ., આર.બી.આઇ. વગેરે સાથે સંકલન.
-
બનાવટી ચલણી નોટો, કોપીરાઇટને લગતા કેસો વગેરેની કામગીરી.
-
તમામ પ્રકારના કોફેપોસાના વોરન્ટની બજવણી.
-
પી.આર.સી સેલમાં પોલીસને લગતા વિષયો ઉપર સંશોધનની કામગીરી.
-
મિસિંગ સેલ દ્વારા ગુમ થયેલી
વ્યક્તિઓની માહિતીના સંકલનની કામગીરી.
-
રાજ્યમાં બનતા ગંભીર ગુનાઓ વખતે લોકલ પોલીસને મદદ કરવાની કામગીરી.
-
ગંભીર ગુનેગારોને લગતી માહિતી એકત્ર કરવાની તથા ગંભીર ગુનાઓમાં સજેશનો આપવાની કામગીરી.
-
ઓઇલ ચોરીને લગતા કેસો ઉપર મોનિટરિંગ અને માહિતી તૈયાર કરવાની તથા ઓએનજીસી અને અન્ય તેલ ઉત્પાદક સંસ્થાઓ સાથે ઓઇલ ચોરીના બનાવો અંગે સંકલનની કામગીરી
-
વિવિધ વિષયો ઉપર વર્કશોપ/સેમિનારનું આયોજન.
-
સાયબર ક્રાઇમને લગતી કામગીરી.
-
વાયદા બજારના (ખાસ કરીને એંરંડા) સોદાઓ ઉપર નિયંત્રણની કામગીરી.
-
રાજ્ય મહિલા સુરક્ષા સમિતિ સાથે સંકલન કરી સ્ત્રીઓને લગતા પ્રશ્નોના નિકાલની કામગીરી.
-
એસ.પી.રેલવેની કામગીરી ઉપર નિયંત્રણ અને દેખરેખ.
|
|