-
નામદાર હાઈકોર્ટ, સરકારશ્રી, , તકેદારી આયોગ અને ડીજીપીશ્રી તરફથી સોંપવામાં આવતા અગત્યના અને જટિલ, ગૂંચવાડાભર્યા અને ગંભીર પ્રકારના ગુનાઓ તથા ચકચારી પ્રકારના ગુનાઓ કે જે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કામની વ્યસ્તતા કે અન્ય કારણોસર વણશોધાયેલા હોય તેઓને શોધી કાઢવા અને સાચા ગુનેગારો પકડવા.
-
નામદાર હાઈકોર્ટ, સરકારશ્રી, , તકેદારી આયોગ અને ડીજીપીશ્રી તરફથી સોંપવામાં આવતી અગત્યની, જટિલ, ગૂંચવાડાવાળી પ્રાથમિક તપાસો સમયમયાર્દામાં પૂર્ણ કરવી.
-
સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓ/કમિશનરેટમાંથી, ગુજરાત પોલીસ મેન્યુઅલની જોગવાઈઓ મુજબ આવતા માસિક ક્રાઇમ રિવ્યુ ઉપરથી આંકડાકીય માહિતી એકત્રિત કરી, સરકારશ્રી, ડીજીપી કચેરી અને અન્ય કચેરીઓને માગ્યા મુજબની માહિતી પૂરી પાડવી અને રાજ્યમાં ગુનાખોરીની પરિસ્થિતિનો ચિતાર આપવો.
-
રાજ્યમાં બનતા ગંભીર ગુનાઓની માહિતી એકત્રિત કરી, ગુનો કરવાની પદ્ધતિનો અભ્યાસ કરી, સ્થાનિક પોલીસને ગુના શોધનની કામગીરીમાં મદદ કરવી.
-
પોલીસને લગતા વિષયો તેમ જ ગુનાઓ ઉપર આર્થિક અને સામાજિક પરિબળોની અસરો સંબંધે સંશોધનની કામગીરી આ વિભાગ દ્વારા કરવામાં આવે છે.
-
રાજ્યમાં, કેફી દ્રવ્યોના દુષણ અને ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે આ કચેરીમાં નાર્કોટિક્સ સેલ કાર્યરત છે.
-
આર્થિક ગુનાઓની તપાસ વૈજ્ઞાનિક ઢબે અને નિષ્ણાતોની મદદથી થાય અને તપાસની ગુણવત્તાનું પ્રમાણ વધુ ઊંચું રહે તેમ જ તપાસ ઝડપી અને સમયમર્યાદામાં થાય તે હેતુથી ગુના અન્વેષણ વિભાગમાં આર્થિક ગુના નિવારણ સેલ કામગીરી કરે છે.
-
મહિલાઓને લગતા કાયદાઓનો અસરકારક અમલ થાય તેમ જ મહિલાઓના ગુનાઓને લગતી ફરિયાદ મુક્ત અને નિર્ભયપણે થઈ શકે તે માટે મહિલા સેલ સીઆઇડી ક્રાઇમમાં કાર્યરત છે જેમાં તમામ સ્ટાફ મહિલા પોલીસ છે. તેઓ દ્વારા રાજ્યમાં બનતા, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની આંકડાકીય માહિતી એકત્રિત કરી વિશ્લેષણ કરવામાં આવે છે તેમ જ અતિઅગત્યની લાગે તેવી અરજીઓની તપાસ પણ આ સેલના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે.
-
ગુના અન્વેષણ વિભાગ દ્વારા તમામ પ્રકારના પોલીસને લગતા વિધાનસભા પ્રશ્નો, લોકસભા પ્રશ્નો અને રાજ્યસભા પ્રશ્નો સબબ માહિતી એકત્રિત કરવાની અને જવાબ પાઠવવાની કામગીરી કરવામાં આવે છે.
-
ગુના અન્વેષણ વિભાગ દ્વારા પોલીસને લગતો વાર્ષિક વહીવટી અહેવાલ તૈયાર કરી પ્રસિદ્ધ કરવાની કામગીરી કરવામાં આવે છે.
-
કોપીરાઇટને લગતા કેસો, બનાવટી ચલણી નોટોને લગતા કેસો અને ફોરવર્ડ માર્કેટ કમિશનને લગતા કેસોની કામગીરી, આર્થિક ગુના નિવારણ સેલમાં કરવામાં આવે છે.
-
રેડ કોર્નર નોટિસો પ્રસિદ્ધ કરાવવાની તથા તે બાબતે સીબીઆઇ, નવી દિલ્હી સાથે લાયઝનની કામગરી આ કચેરી હસ્તક છે તેવી જ રીતે લેટર રોગેટરીની કામગીરી પણ આ કચેરીના ફરાર અન્વેષણ એકમમાં કરવામાં આવે છે.
-
ફરાર અન્વેષણ એકમમાં, ગુજરાત ક્રિમિનલ ઇન્ટેલિજન્સ ગેઝેટ અંગ્રેજી અને ગુજરાતીમાં (અઠવાડિક) પ્રસિદ્ધ કરાવવાની કામગીરી કરવામાં આવે છે. આ ગેઝેટમાં લુક આઉટ નોટિસ, મિસિંગ પર્સન, મળી આવેલી વણઓળખાયેલી લાશો વગેરે વિગતોનો સમાવેશ થતો હોય છે.
-
કોફેપોસાના અટકાયતી હુકમોની બજવણીને લગતી કામગીરી પણ આ એકમમાં કરવામાં આવે છે.
-
પોટા તથા ટાડા કેસોની માહિતીનું એકત્રીકરણ અને સંકલનની કામગીરી આ કચેરીના ગુના વિશ્લેષણ એકમ (સીએયુ)માં કરવામાં આવે છે.
-
બાળકોને લગતા ગુનાઓની આંકડાકીય માહિતી આ કચેરીના મિસિંગ સેલમાં એકત્રિત કરવામાં આવે છે.
-
રાજ્ય મહિલા સુરક્ષા સમિતિ, લાલ દરવાજાની કામગીરી આ કચેરી હસ્તક છે.
-
ભરણપોષણને લગતા સમન્સ /વોરન્ટની બજવણીની આંકડાકીય માહિતીના એકત્રીકરણની કામગીરી અત્રેના મહિલા સેલમાં કરવામાં આવે છે.
-
કચેરીમાં આવેલા મિસિંગ સેલ, ગુમ થયેલી વ્યક્તિઓની માહિતી એકત્રિત કરી, સ્થાનિક પોલીસ સાથે સંકલનની કામગીરી કરે છે.
-
ઓઇલ ચોરી બાબતે ગુનાઓની આંકડાકીય માહિતી અને એમ.ઓ. વગેરે બાબતે માહિતી એકત્રિત કરી, ઓએનજીસી અને અન્ય તેલ ઉત્પાદક કંપનીઓ સાથે સતત સંપર્કમાં રહી આવા ગુનાઓ અટકાવવા બાબતે અસરકારક આયોજન કરવામાં આવે છે.
-
આર્થિક ગુનાઓ બાબતે તપાસ કરવા સબબ સ્થાનિક પોલીસને તાલીમ આપવાનું આયોજન આ કચેરી દ્વારા વખતોવખત કરવામાં આવે છે.
-
સ્થાનિક પોલીસને ગુના શોધનની કામગીરીમાં અને ગુનાખોરી કાબૂમાં રાખવામાં મદદરૂપ થાય તે પ્રકારનાં પ્રકાશનો ગુના અન્વેષણ વિભાગ દ્વારા વખતોવખત પ્રસિદ્ધ કરવામાં આવે છે. જેમ કે લૂંટ અને ધાડના આરોપીઓની સચિત્ર પુસ્તિકા, નાર્કોટિક્સ બાબતે રાજ્યમાં કેડી પદાર્થોની હેરાફેરીની પ્રવૃત્તિ અને તેની આંકડાકીય માહિતીની પુસ્તિકાઓ ખાતાના ઉપયોગ માટે પ્રકાશિત કરવામાં આવેલી છે.
-
અત્રેની કચેરી અન્ય કેન્દ્રીય સંસ્થાઓ / જાહેર સાહસો જેવાં કે સી.બી.આઇ. (કેન્દ્રીય અન્વેષણ બ્યુરો), એન.સી.બી. (નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો), આર.બી.આઇ. (રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા), ઓ.એન.જી.સી. વગેરે સાથે સંકલન રાખવાની કામગીરી પણ કરે છે.
-
રેલવે પોલીસ કે જે પોલીસ અધીક્ષકશ્રી, પશ્ચિમ રેલવે, વડોદરા હસ્તક છે અને તેનું કાર્યક્ષેત્ર રાજ્ય સ્તરનું છે તેની કામગીરી ઉપર પણ વિભાગના અધિક પોલીસ મહાનિદેશકશ્રી નાં નિરીક્ષણનો અખત્યાર ધરાવે છે.
-
સાયબર ક્રાઇમ ને લગતાં ગુનાઓની અરજી તથા કેસોની તપાસ તથા લોકલ પોલીસ ને ગુના શોધવામાં માર્ગદર્શનની કામગીરી પણ કરવામાં આવે છે.